વઢવાણ: સુરેન્દ્રનગર બસ સ્ટેશનમાંથી બાઇક ચોરી અંગે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
સુરેન્દ્રનગરના વઢવાણ મૂળચંદ રોડ પર રહેતા મનીષભાઈ પ્રવિણચંદ્ર સોની બસ સ્ટેશનમાં બાઇક પાર્ક કરી કામ અર્થે રાજકોટ ગયા હતા જ્યાંથી પરત આવતા બાઇક જે જગ્યાએ પાર્ક કર્યું હતું ત્યાં જોવા ન મળતા રૂપિયા 20 હજારની કિંમતના બાઈક ચોરી અંગે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.