નડાબેટ સીમા દર્શન પ્રોજેક્ટ દ્વારા 'કનેક્ટ સિટીઝન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અને ઓછા ખર્ચે વધુ લાભ મેળવવા માટે જાગૃત કરવાનો હતો.આ કાર્યક્રમમાં નડાબેટ અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતોએ ભાગ લીધો હતો. આ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે અથવા તેમાં રસ ધરાવે છે.