બરવાળા: બોટાદ SOG પોલીસે બરવાળા તાલુકાના ચોકડી ગામેથી બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો
Barwala, Botad | Sep 18, 2025 બોટાદ જિલ્લા SOG PI એમ.જી. જાડેજા,PSI એમ.એ.રાઠોડ અને પોલીસ સ્ટાફે બાતમીના આધારે બરવાળા તાલુકાના ચોકડી ગામે મહાદેવ મંદિર પાસે ભાડાના મકાનમાં ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે કોઈપણ વગરની ડીગ્રી વગર પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હરેશભાઈ મુકેશભાઈ દેત્રોજા નામના બોગસ ડોક્ટરને SOG પોલીસે ઝડપી પાડ્યો છે ક્લિનિકમાંથી ટીકડીઓ, ઇન્જેક્શન,બાટલા,સીરપની બોટલો મળી કુલ રૂપિયા 20,400 નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે