આણંદ શહેરમાં ડી.એન હાઈસ્કુલ કેમ્પસમાં આવેલી ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી અને ધોરણ ૧૧ માં અભ્યાસ કરતી તારાપુરનાં ફતેપુરાની કિશોરીએ સોમવાર રાત્રિના સમયે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે.આ બનાવ અંગે આણંદ શહેર પોલીસ અપમૃત્યુની નોંધ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.