ભાવનગર શહેર: મહાનગર પાલિકા કચેરી ખાતે સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ યોજાઈ, 143 એજન્ડાઓને મંજૂરી અપાઈ
Bhavnagar City, Bhavnagar | Jun 16, 2026
ભાવનગર મહાનગરપાલિકામાં ચૂંટણી બાદ નવા હોદ્દેદારોની પ્રથમ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. મહાનગરપાલિકા કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં શહેરના વિકાસ અને જનસુવિધા સંબંધિત મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં કુલ 143 એજન્ડાઓ રજૂ કરવામાં આવ્યા હતા. જેને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.