સાણંદ: નંબર પ્લેટ વિનાની કારમાં અપહરણ, છરી મારતાં જ કૂદી પડ્યો:ડરણ આંદોલન બાદ ખેડૂત આગેવાન શૈલેષ મેર પર જીવલેણ હુમલો
નંબર પ્લેટ વિનાની કારમાં અપહરણ, છરી મારતાં જ કૂદી પડ્યો:ડરણ આંદોલન બાદ ખેડૂત આગેવાન શૈલેષ મેર પર જીવલેણ હુમલો; 300થી વધુ ખેડૂતોએ પોલીસ સ્ટેશન ઘેર્યું અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના કેરાળા ગામ નજીક ખેડૂત અને સામાજિક આગેવાન શૈલેષ મેર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. સાણંદના ડરણ ગામે ચાલી રહેલા ખેડૂત આંદોલનમાંથી પરત ફર્યા બાદ, બે અજાણ્યા શખસ દ્વારા નંબર પ્લેટ વગરની કારમાં તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ચાલુ કારે છરી વડે હુમલો કરાયો હતો. આ હુ