ઉપરવાસમાં સતત વરસાદના કારણે વલસાડની ઔરંગા નદીના જળસ્તરમાં વધારો નોંધાયો છે. નદીના ધસમસતા પાણી બ્રિજને અડીને વહી રહ્યા છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા અને સાવચેતીના ભાગરૂપે, કૈલાશ રોડ પર આવેલા લો-લેવલ બ્રિજને વાહનવ્યવહાર માટે તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો છે આ બ્રિજ વલસાડને આસપાસના ૪૦ જેટલા ગામો સાથે જોડતો મહત્વનો માર્ગ છે. બ્રિજ બંધ થવાથી આ તમામ ગામોનો સંપર્ક હાલ પૂરતો ખોરવાઈ ગયો છે. લોકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને બ્રિજ પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેથી લોકોની અવરજવર અને ટ્રાફિકને સંપૂર્ણપણે અટકાવી શકાય.ભારે વરસાદની અસર માત્ર ઔરંગા નદી પૂરતી સીમિત નથી. સમગ્ર વલસાડ જિલ્લામાં વરસાદે ભારે તારાજી સર્જી છે. જિલ્લાની તમામ નદીઓનો સપાટી વધતા કુલ ૧૩૦ જેટલા નાના-મોટા રસ્તાઓ વાહનવ્યવહાર માટે સદંતર બંધ કરવામાં આવ્યા છે
Valsad, Valsad | Jul 7, 2026