દસ્ક્રોઈ: 'સર્વર ડાઉન છે'ના જવાબથી અરજદારો કંટાળ્યા,સુભાષબ્રિજ RTOમાં 5 દિવસથી સારથી પોર્ટલમાં ઈસ્યૂ
'સર્વર ડાઉન છે'ના જવાબથી અરજદારો કંટાળ્યા:રાજ્યભરની RTOમાં 5 દિવસથી સારથી પોર્ટલમાં ઈસ્યૂ, કંડકટરની ભરતી વચ્ચે લાઈસન્સ માટે લાંબી લાઈનો; સોમવાર સુધી સેવા બંધ અમદાવાદના સુભાષબ્રિજ RTO સહિત રાજ્યભરની RTOમાં છેલ્લા પાંચ દિવસથી સારથી પોર્ટલની ટેકનિકલ ખામીને કારણે અરજદારો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વહેલી સવારથી અરજદારો અલગ અલગ કામગીરીને લઈને કચેરીએ લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં સર્વર ડાઉન હોવાના કારણે કામગ