હાઈવેની પરિસ્થિતિ એટલી બિસમાર થઈ ગઈ છે કે હાઈવે નહીં પરંતુ રસ્તાઓ ખેતરાડી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. એક તરફ હાઈવે ઓથોરિટી ખાડા પુરે છે તો બીજી તરફ વરસાદ શરૂ થતાની સાથે જ મટિરિયલ નિકળી જાય છે. પરિણામે બે મહિના પહેલા બનાવેલા નેશનલ હાઈવે નંબર 48 ઉપર ઠેર ઠેર ઊંડા ખાડાઓ પડી ગયા છે. પલસાણા થી કામરેજ સુધીમાં ત્રણ દિવસથી રોજ વરસાદ શરૂ થતાની સાથે જ ઠેરઠેર ટ્રાફિક સમસ્યા ઊભી થઈ છે. મુંબઈ અમદાવાદ બંને તરફના ટ્રેક ઉપર ટ્રાફિકથી વાહન ચાલકોને હાલાકી