અંકલેશ્વર: અંકલેશ્વરના ડી. એ. આનંદપુરા કલ્ચરલ એન્ડ સ્પોર્ટ્સ સેન્ટર ખાતે સ્વિમિંગ કોમ્પીટીશન યોજાઈ
અંકલેશ્વરના ડી. એ. આનંદપુરા કલ્ચરલ એન્ડ સ્પોર્ટ્સ સેન્ટર ખાતે સ્વિમિંગ કોમ્પીટીશન યોજાઈ હતી. અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ આનંદપુરા કલ્ચરલ એન્ડ સ્પોર્ટ્સ સેન્ટર ખાતે સ્વિમિંગ સ્પર્ધા યોજાય હતી.જેમાં કુલ ૨૫ જેટલા સ્પર્ધકોએ ઉત્સાહ ભેર ભાગ લઈ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.આ સ્પર્ધામાં જય અંબે ફાઈબરગ્લાસના માલિક હિરેન પટેલ,સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના હોતેદાર પારસ પટેલ,નંદન પટેલ અને કૃષ્ણ મહારાઉલ તેમજ સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા.