વાલિયા: વાલિયા-નેત્રંગ માર્ગ ઉપર ગોહિલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત શ્રીમદ્દ ભાગવત સપ્તાહ કથાને લઈ તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાયો
Valia, Bharuch | Oct 9, 2025 વાલિયા-નેત્રંગ માર્ગ ઉપર સીતારામ સેવા ટ્રસ્ટ પાછળ આવેલ જી.એન.એફ.સી.ગ્રાઉન્ડ પર ગોહિલ ફાઉન્ડેશનના નરપતસિંહ મોહનસિંહ ગોહિલ,જયદીપસિંહ ગોહિલ અને દિગ્વિજયસિંહ ગોહિલ દ્વારા 25મી ઓક્ટોબરથી 31 મી ઓક્ટોબર સુધી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં પરમ પૂજ્ય કશ્મીરી બાપુની ઉપસ્થિતિમાં કથાનો પ્રારંભ કરવામાં આવશે જ્યારે પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા કથાનું રસપાન કરાવશે.કથાનો સમય સવારે 9:30 થી 1 કલાક સુધી ચાલશે.