ગોધરા: પંચમહાલ પેરોલ ફર્લો સ્ક્વોડ પોલીસે રાયોટિંગના ગુનામાં નાસતા આરોપીની સિમલા વિસ્તારમાંથી ધરપકડ કરી હતી.
ગોધરા શહેરમાં રાયોટિંગના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપી અસ્ફાક અબ્દુલ બોકડાને પેરોલ ફર્લો સ્કવોર્ડ, પંચમહાલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. ગુજરાત પોલીસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજ્યભરમાં ચલાવવામાં આવેલી મેગા ડ્રાઇવ અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી. બાતમીના આધારે પોલીસ ટીમે મોજે શીમલા વિસ્તારમાં રેડ કરીને આરોપીને ઝડપી પાડી ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. પોલીસે જણાવ્યું કે શાંતિપૂર્ણ ચૂંટણી માટે આવી કા