સિહોર: શિહોરના વરલ ગામે નાહવા પડેલા યુવક ડૂબી જવાથી મોત. ગામમાં આક્રોશ અને શોકનો માહોલ
શિહોરના વરલ ગામે મિત્રો નાહવા પડેલા તે દરમિયાન ૨૦ વર્ષ એ યુવાન મયુરભાઈ જોરુભાઈ બારૈયા ઉમર વર્ષ 20 જેમનું ડૂબી જવાથી કરુણ મોત થયેલું હોય ત્યારે તંત્ર દ્વારા બે કલાક સુધી કોઈ નહીં પહોંચતા અંતે પરસોતમભાઈ સોલંકી ના પ્રતિનિધિ દ્વારા એનડીઆરએફની ટીમને રવાના કરેલી અને શોધખોળ બાદ યુવકની લાશ મળી આવી હતી ત્યારે નાના અમથા ગામમાં શોકનો માહોલ ઉપરાંત તંત્ર ની બેદરકારીના કારણે આક્રોશ જોવા મળી રહ્યો છે પહેલા નોરતા ના દિવસે યુવકનો ભોગ લેતા સમગ્ર ગામ શોકમય બની ગયું