ગોધરા: રાજ્યસભા સાંસદ ડૉ. જશવંતસિંહ પરમારની અધ્યક્ષતામાં MPLADS ના કામોની સમીક્ષા બેઠક યોજાઈ
પંચમહાલ જિલ્લા સેવાસદન ખાતે રાજ્યસભા સાંસદ ડૉ. જશવંતસિંહ પરમારની અધ્યક્ષતામાં MPLADS હેઠળના વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ. આયોજન પોર્ટલના ડેટાના આધારે કામોની પ્રગતિનું મૂલ્યાંકન કરાયું. અધિકારીઓએ વિવિધ કાર્યોની ભૌતિક અને નાણાકીય સ્થિતિ અંગે માહિતી આપી. બાકી કામો સમયસર પૂર્ણ કરવા આયોજન અંગે ચર્ચા થઈ. સાંસદે ગુણવત્તા જાળવવા અને ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો તથા અધિકારીઓને સંકલનથી કામ ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી.