ઉમરેઠ: ઉમરેઠ બેચરી રોડ પર રેલવે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી પ્રગતિમાં હોય ટ્રાફિક ડાયવર્ઝન જાહેર કરાયું
Umreth, Anand | Oct 16, 2025 ઉમરેઠ થી બેચરી રોડ ઉપર રેલવે ઓવર બ્રીજ બનાવવાની કામગીરી પ્રગતિમાં હોઈ ૪ ઓગસ્ટ ૨૦૨૬ સુધીના સમયગાળા દરમિયાન ભારે વાહનો તથા નાના વાહનોને ટ્રાફિક ડાયવર્ઝન આપીને વૈકલ્પિક વ્યવસ્થા કરતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે અન્વયે તા.૦૪ ઓગસ્ટ ૨૦૨૬ સુધી ઉમરેઠ રેલ્વે સ્ટેશન રોડ પાસે આવેલ એલ.સી.નં.૨૩ ઉપરથી — વાહનોની અવર-જવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ કરીને તે રસ્તા ઉપરથી પસાર થતા નીચે જણાવેલ માર્ગોએ ડાયવર્ટ કરાયા છે.