ગોધરા: તાલુકાના વડેલાવ ગામ પાસે કારનું ટાયર ફાટતા કાર રોડની સાઈડમાં પલટી ખાઈ જતા કારચાલકને નાનીમોટી ઈજાઓ પહોંચી હતી.
ગોધરા તાલુકાના વડેલાવ ગામ નજીક કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. દાહોદ જિલ્લાના સંજેલી ગામના ફારુકભાઈ જર્મન ગોધરાથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે અચાનક ટાયર ફાટતા તેમણે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો અને કાર રોડની સાઇડમાં પલટી ખાઈ ગઈ. અકસ્માતમાં ફારુકભાઈને માથા અને મોઢાના ભાગે નાનીમોટી ઈજાઓ પહોંચી હતી. આ અંગે તેમના પુત્ર દ્વારા ગોધરા તાલુકા પોલીસમથકે જાણવાજોગ નોંધાવવામાં આવી હતી અને પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.