ચોકબજાર પોલીસે સિંગણપોર ખાતેથી ઝડપી પાડેલા હાઇબ્રિડ ગાંજા કેસમાં ફરાર ધ્રુવ પટેલ અને જય સતીશ માવાણી ની ધરપકડ કરી છે.જીતુ ધામેલીયા પાનનો ગલ્લો ચલાવે છે.જે પોતાના પુત્રને અભ્યાસ અર્થે વિદેશ મોકલવાનો હતો.જેનો 12 લાખ જેટલો ખર્ચ કાઢવા તેણે ગાંજાનો વેચાણ શરૂ કર્યું હતું.જ્યારે જય માવાણી પણ BBA નો વિધાર્થી છે.જે સ્કોટલેન્ડ MBA કરવા ગયો હતો.પરંતુ ત્યાંથી પરત ફરી તેણે ગાંજા ન ધંધામાં ઝંપલાવ્યું હતું.વધુ કાર્યવાહી ચોકબજાર પોલીસે હાથ ધરી છે.