લીંબડી: માતાજી ના માંડવા માં થી ઘરે પરત જઇ રહેલા બે વ્યક્તિઓ પર લીંબડી તાલુકા પંચાયત રોડ પર મોડી રાત્રે હુમલો થતા ચકચાર
લીંબડી પોલીસ માં 12 નવેમ્બર સાંજે 5 કલાકે મહેશ વિનુભાઇ રાવળે નોંધાવેલી ફરિયાદમાં પ્રાપ્ત થતી વિગતો તેઓ માતાજીના માંડવામાથી તેના કાકાના દીકરા આનંદ રમેશભાઇ સાથે મોડી રાત્રે ઘરે જઈ રહ્યા હતા ત્યારે પાછળ પુર ઝડપે આવી રહેલી કારે પાછળથી ટક્કર મારી બંનેને પાડી દઇ અને કારમાંથી હાથમાં ધોકા લાકડીઓ પાઇપ લઇ ઉતરેલા કિશન નટુ રાવળ, કરણ નટુ રાવળ, સુનિલ મહેશ ગાડલીયાએ બંને લોકો પર હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી જાનથીમારી નાખવાની ધમકી આપી ભાગી ગયાની ફરિયાદ નોંધાઇ છે