હાંસોટ: જળસંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલે નહેર વિભાગના અધિકારીઓ સાથે યોજી બેઠક, નહેરનું સમારકામ મુલત્વી રાખવા અંગે વિચારણા કરાઈ
રાજ્યના જળસંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલે ઉકાઈ જમણાકાંઠા નહેર સંશોધન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠક દરમિયાન નહેરના સમારકામના કાર્યો અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી.અધિકારીઓએ નહેરના સમારકામ માટે 90 દિવસ સુધી પાણી પુરવઠો બંધ રાખવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ મુદ્દે મંત્રીએ ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપવાની વાત કરી હતી.