ગોધરા: પંચમહાલમાં કોંગ્રેસની મોટી ચૂક: બે ઉમેદવારોના ફોર્મ રદ્દ, ભાજપને રાહત
પંચમહાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન કોંગ્રેસને મોટી ભૂલનો ભોગ બનવો પડ્યો છે. બે ઉમેદવારોના નામંકન ફોર્મ રદ્દ થતા પક્ષને ઝટકો લાગ્યો છે. સિમલિયા જિલ્લા પંચાયત બેઠક પર ખાતુભાઈ રાઠવાનું ફોર્મ ત્રણ સંતાનો હોવાને કારણે અમાન્ય ઠર્યું, જ્યારે ઘોઘંબા તાલુકા પંચાયત બેઠક પર રમીલાબેન રાઠવાનું ફોર્મ ટેક્નિકલ ભૂલથી રદ્દ થયું. આ ઘટનાથી કોંગ્રેસની સ્થિતિ નબળી બની છે અને ભાજપને સીધો લાભ મળ્યો છે.