ખંભાત: જુલન્ધ ગામે રહેતી એક સગીરાને ગામનો જ યુવક ભગાડી ગયો, અપહરણનો ગુનો નોંધાયો.
ખંભાત તાલુકાના જલુંધ ગામે રહેતી એક 16 વર્ષ અને 9 મહિનાની ઉંમર ધરાવતી સગીરાને 27મી તારીખના રોજ નજીકમાં જ રહેતો મેહુલ મણીભાઈ ઠાકોર નામનો યુવક લગ્ન કરવાની લાલચ આપીને ભગાડીને લઈ ગયો હતો. જેની લાગતા વળગતા તમામને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી પરંતુ તે મળી આવી ન હતી. આખરે સગીરાના પિતાએ ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ નોંધાવી હતી. પિતાની ફરિયાદના આધારે ખંભાત ગ્રામ્ય પોલીસે સગીરાને ભગાડીને લઈ જનાર યુવક વિરુદ્ધ અપહરણનો ગુનો દાખલ કર્યો છે.