અંકલેશ્વર: પાનોલી GIDCની સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં રાત્રીના સમયે બીજી વખત આગ, ફાયર ફાયટર સ્ટેન્ડબાય રાખવા આદેશ
ગતરોજ વહેલી સવારે પાનોલી GIDC વિસ્તારમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં ભીષણ આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો.અડધા ત્રણ કલાકથી વધુ સમય સુધી ચાલેલા જહેમત બાદ આગ પર નિયંત્રણ મેળવવામાં આવ્યું હતું. પરંતુ રાત્રિના સમયે ટેન્કમાં બાકી રહેલા મટીરિયલને કારણે ફરીવાર આગ ફાટી નીકળતા ફરી ગભરાટનો માહોલ સર્જાયો હતો.આગની ભયજનક સ્થિતિને કારણે આસપાસના રહીશો પોતાના ઘરોમાંથી બહાર આવી સલામત સ્થળે ખસી ગયા હતા.