રામવાવ ગામનો લખુભા મંગળસિંહ રાઠોડ સાયરવાડી વિસ્તારમાં પોતાના એરંડાના ખેતરમાં વિદેશી દારુ સંતાડીને રાખેલ છે તેવી પી.આઈ ને બાતમી મળતા જે આધારેસ્થળ પર જઇ રેઇડ કરતા દારૂનો જથ્થો ઝડપી લીધો હતો..કાર્યવાહીમાં રાપર પોલીસે રૂ. 4,35,840 ની કિંમતની વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની 1117 જેટલી નાની મોટી બોટલો કબજે કરી આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.