વાલિયા: વાલિયાની શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર શાળા ખાતે યોજાયેલ મહા રક્તદાન કેમ્પમાં 34 યુનિટ રક્ત એકત્રિત કરાયું હતું
Valia, Bharuch | Sep 16, 2025 ભરૂચ જિલ્લામાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે વિવિધ સ્થળે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે વાલિયા શિક્ષણ સંકલન સમિતિ, વાલિયા પોલીસ અને એસ.આર.પી.કેમ્પ રૂપ નગરના એસ.પી તેમજ પોલીસ જવાનો,શિક્ષકો તેમજ ગ્રામજનોએ વાલિયાની શ્રી રંગ નવચેત વિદ્યા મંદિર શાળા ખાતે યોજાયેલ મહા રક્તદાન કેમ્પમાં ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.