ગોધરા: શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા દર સોમવારે ‘નો વ્હીકલ ડે’ના પાલનનો મહત્વનો નિર્ણય
પ્રધાનમંત્રી તથા રાજ્યપાલની અપીલને માન આપી શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા દર સોમવારે ‘નો વ્હીકલ ડે’ના પાલનનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે ઈંધણ બચત, પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છ જીવનશૈલી અંગેની અપીલને માન આપતાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા એક પર્યાવરણલક્ષી અને પ્રશંસનીય નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સિટીના કુલપતિ ડૉ હરીભાઈ કાતરીયાના સક્ષમ માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટી હસ્તકના તમામ વિભાગો, શૈક્ષણિક ભવનો અને સંલગ્ન કોલેજોમાં હવે