આજે બપોરે 2 વાગે મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના પોશીના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખૂન ની કોશિશ અને રાયોટિંગ ના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને એલસીબીએ ઝડપી પાડ્યો છે. એલસીબી એ બાતમીના આધારે તેના હાલના રહેઠાણ વલોરીયા,રોહીડા જી.સિરોહી રાજસ્થાન ખાતે થી ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારે આરોપીને વધુ તપાસ માટે પોશીના પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.