તારાપુર: ખડાના એક મહિનાથી ફરાર સજા પામેલા આરોપીને પકડી જેલ હવાલે કર્યો
Tarapur, Anand | Jun 9, 2026 ખેડા ફેમિલી કોર્ટ દ્વારા તારાપુરના ખડા બોડિયામાના ચોક ખાતે રહેતા સાજીદખાન અમીરખાન ખલીફાને 11 મહિના અને 24 દિવસની સાદી કેદની સજા ફટકારવામાં આવી હતી, પરંતુ આરોપી સજાથી બચવા માટે ફરાર થઈ ગયો હતો. તારાપુર પોલીસને બાતમી મળી હતી કે આરોપી ખડા ગામે પોતાના ઘરે આવનાર છે અને ગામના પાટિયા પાસે ઉભો છે. આ બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીને સ્થળ પરથી ઝડપી લીધો હતો.અને જેલ હવાલે કર્યો હતો.