ઘોઘારોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા આડોડીયાવાસમાં રહેતા કાળુભાઈ જેન્તીભાઇ પરમાર નામના ઇસમના રહેણાંક મકાનની પાછળની નવેડીમાં પોલીસે બાતમીના આધારે રેઇડ દરમિયાન પ્લાસ્ટિકની થેલીમાંથી ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂના ૬૫ નંગ ચપટા મળી આવ્યા હતા, જેની કુલ કિંમત રૂા. ૧૭,૧૬૦/- થાય છે. પોલીસ રેઇડ દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હતો, જેથી પોલીસે મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.