ગોધરા: ગોધરા શહેરના બેઠક મંદિર રોડ પર આવેલ ગેરેજમાં ભીષણ આગ લાગવા ની ઘટના બની
ગોધરા શહેરના બેઠક મંદિર રોડ પર આવેલ ગેરેજમાં ભીષણ આગ લાગવા ની ઘટના બની,ગોધરા શહેરના અત્યંત વ્યસ્ત અને ભરચક ગણાતા બેઠક મંદિર પાસે આવેલા એક ગેરેજમાં અચાનક આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. રહેણાંક અને વ્યાપારી સંકુલોથી ઘેરાયેલા આ વિસ્તારમાં આગ લાગતા જ સ્થાનિકોમાં ભારે દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોત જોતામાં આગ ઝડપથી પ્રસરી હતી અને ગેરેજમાં રિપેરિંગ અને સર્વિસ માટે રાખવામાં આવેલી અનેક મોટરસાયકલો આગની લપેટમાં આવી ગઈ હતી. ગેરેજમાં આગ