તળાજા: સરતાનપર બંદરે દશા માતાજીના મંદિરે મહાયજ્ઞ યોજાયો, હજારો ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપર બંદર ખાતે આજે દશા માતાજીના મંદિરે મહાયજ્ઞ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક યોજાયા હતા. કાર્યક્રમને લઈને સમગ્ર ગામમાં ધાર્મિક માહોલ છવાઈ ગયો હતો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. પરંપરા અનુસાર ગામમાં 'ગામ ધુમાડો બંધ' રાખવાની પ્રથા નિભાવવામાં આવી હતી. જેના કારણે ગામના મોટાભાગના પરિવારો દ્વારા પોતાના ઘરે રસોઈ બનાવવામાં આવી નહોતી અને સૌએ મંદિર ખાતે આયોજિત મહાપ્રસાદનો લાભ લીધો