ગોધરા: ગોધરામાં ગૌરી વ્રત મહોત્સવનો પ્રારંભ, બહેનો અને કન્યાઓ માટે પાંચ દિવસીય વિશેષ આયોજન
ગોધરામાં ગૌરી વ્રત મહોત્સવનો પ્રારંભ, બહેનો અને કન્યાઓ માટે પાંચ દિવસીય વિશેષ આયોજન ગોધરા શહેરના મોતીબાગ સ્થિત એ.સી. હોલ ખાતે આજથી ગૌરી વ્રત મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પાંચ દિવસ સુધી ચાલનારા આ મહોત્સવમાં બહેનો અને કન્યાઓ માટે વિવિધ મનોરંજક તેમજ વ્યક્તિત્વ વિકાસના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 25 જુલાઈથી 29 જુલાઈ સુધી દરરોજ સાંજે 5 થી 8 વાગ્યા દરમિયાન યોજાનારા આ મહોત્સવમાં રમતગમત, ડાન્સ, મ્યુઝિક, વિવિધ ગેમ્સ તેમજ સેલ્ફ ડિફેન્સ