ભાભર તાલુકાના બલોધન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 20 ડિસેમ્બર,2025ના રોજ સગર્ભા મહિલાઓ માટે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સ્ત્રીરોગ નિષ્ણાત દ્વારા સગર્ભા બહેનોની સઘન તપાસ કરવામાં આવી હતી.આ કેમ્પ ભાભર તાલુકા આરોગ્ય અધિકારી ડો. હિતેન્દ્ર ઠાકોરના સીધા માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. બલોધન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર અને આયુષ મેડિકલ ઓફિસરની દેખરેખ હેઠળ એ.એન.સી. (ANC) ચેકઅપ કેમ્પનું સંચાલન કરવામાં આવ્યું હતું.