ગોધરા: ગોધરા APMCમાં રોડ સેફ્ટી અભિયાન અંતર્ગત રિફ્લેક્ટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ગોધરા APMC ખાતે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી, APMC અને RTO કચેરીના સંયુક્ત ઉપક્રમે રોડ સેફ્ટી અભિયાન યોજાયું. કાર્યક્રમ દરમિયાન ખેડૂતો અને વેપારીઓના ટ્રેક્ટર, ટ્રોલી, ટેમ્પો અને ટ્રક જેવા વાહનો પર રેડિયમ/રિફ્લેક્ટર સ્ટિકર લગાવવામાં આવ્યા. APMC ચેરમેન માલવદીપસિંહ રાઉલજીએ જણાવ્યું કે આ પગલું વાહનચાલકોની સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે. અભિયાનનો હેતુ રાત્રે ઓછા દેખાતા વાહનોને દૃશ્યમાન બનાવી અકસ્માતોમાં ઘટાડો લાવવાનો છે. RTO ટ્રેનર સંજયભાઈ પીઠાયાએ ટીમ સાથે ક