લીંબડી: ખેડૂતો ને હવે ટ્રેકટર સાધન સહાય સબસિડી પેટે એક લાખ રૂપિયા મલશે લીંબડી માર્કેટયાર્ડ ખાતે ટ્રેકટર સાધન સહાય કેમ્પ યોજાયો.
લાભાર્થી ખેડૂતોને માટે ટ્રેકટર સાથે ખેતીના અન્ય સાધનો ની સરળતાથી ખરીદી કરવા સહાયક બની રહી છે. સરકારની AGR 50 ટ્રેકટર યોજના હેઠળ લીંબડી માર્કેટયાર્ડ ખાતે ટ્રેકટર સાધન સ્થળ ચકાસણી કેમ્પને તા.પં પુર્વ પ્રમુખ કૃષ્ણસિંહ રાણાએ કેમ્પનો પ્રારંભ કરતા જણાવ્યું હતું કે ખેડૂતોને ટ્રેકટર માં સાધન સહાયની યોજના હેઠળ મળતી સહાય સબસિડી જેમાં પહેલાં 60 હજાર રૂપિયા મળતા હતા. એમાં સરકારે વધારો કરી એક લાખ ની જોગવાઈ કરવામાં આવી છે.