આજે સાંજે 4 વાગે પોલીસ સૂત્રો થી મળતી માહિતી મુજબ પોશીના પોલીસ સ્ટેશનના માણસો દેલવાડા નજીકના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીના આધારે ખંઢોરા ગામે આડાવેળા ફળામાં રહેતો એક વ્યક્તિ કે જે પોતાના ઘરે દેશી દારૂ રાખી વેચાણ કરે છે જે બાતમીના આધારે પોલીસે તપાસ કરતા ઘરની પાછળના ભાગેથી દેશી દારૂ 3 લીટર જેટલો મળી આવ્યો હતો.ત્યારે પોલીસે મુદ્દામાલ કબ્જે લઈ આરોપીની ધરપકડ કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.