વઢવાણ: નવા વર્ષની પહેલા સ્થાનિક બજારમાં ખરીદી માટે લોકો ઉમટી પડ્યા મુખ્ય બજારમાં ભારે ભીડ જોવા મળી
દિવાળી પર્વને લઈને સુરેન્દ્રનગર શહેરની મુખ્ય બજારોમાં અંતિમ દિવસોમાં ભારે ઘરાકી જોવા મળી હતી. નૂતન વર્ષ અગાઉ આગલા દિવસ સુધી લોકોએ શહેરની મુખ્ય બજારમાંથી ચીજ વસ્તુઓ ખરીદી કરી હતી. અંતિમ દિવસોમા ઘરાકી જોવા મળતા વેપારીઓમાં આનંદ છવાઈ ગયો હતો.