રાજુલાના ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી કાલેથી પોતાના ગ્રામ્ય વિસ્તારના વ્યાપક પ્રવાસ પર નીકળી રહ્યા છે. આ કાર્યક્રમ અંતર્ગત તેઓ કુલ 13 ગામોમાં મુલાકાત લેશે અને દરેક ગામના લોકોની સમસ્યાઓ, જરૂરિયાતો અને સ્થાનિક વિકાસ કાર્યો વિશે સીધી માહિતી પ્રાપ્ત કરશે. દરેક ગામના સરપંચ, આગેવાન અને ભાજપ કાર્યકરોને પોતાના ગામના પ્રશ્નો લેખિતરૂપે રજૂ કરવાની વિનંતી કરવામાં આવી છે જેથી વિકાસ સંબંધિત મુદ્દાઓને પ્રાથમિકતા પરથી ઉકેલવામાં આવે.