ગોધરા: ગોધરામાં મહિલાના ફોટાનો દુરુપયોગ કરી સોશિયલ મીડિયા પર ફેક આઈડી બનાવનાર અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ
ગોધરાના સાંપા રોડ વિસ્તારની એક ૩૨ વર્ષીય મહિલાના ફોટાનો દુરુપયોગ કરીને એક અજાણ્યા શખ્સે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને થ્રેડ્સ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નકલી એકાઉન્ટ્સ બનાવ્યા છે. આ બદમાશે મહિલાના ફોટા અપલોડ કરી તેના સગા-સંબંધીઓ સાથે મેસેજ દ્વારા વાતચીત પણ શરૂ કરી દીધી હતી.આ સમગ્ર ઘટનાની જાણ થતાં પીડિત મહિલાએ ગોધરા ટાઉન એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે અજાણ્યા આરોપી વિરુદ્ધ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની વિવિધ કલમો હેઠળ