વલસાડ: કાયદાનો કોઈ ભય ન હોય તેમ વલસાડ સીટી પોલીસ સ્ટેશનના ૨૦૨૫ના ગૌ તસ્કરીના ગુનામાં વોન્ટેડ આરોપી સલીમ હાસમ પઠાણ (રહે. ધરમપુર) વાંકલ ગામેથી ઝડપાયા બાદ નવસારી સબજેલ ખાતેથી ડિસ્ટ્રિક્ટ કોર્ટના હુકમથી મુક્ત થતા જ વિવાદમાં આવ્યો છે. જેલના કંપાઉન્ડમાં જ પોતાના સાગરીતો સાથે પોલીસને પડકાર ફેંકતો હોય તેવા ડાયલોગ સાથેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી ગઈ છે.
Valsad, Valsad | Jun 18, 2026