અમદાવાદ થી આદીપુર જવા એસટી બસ મા બેઠેલા અશોકભાઈ નામ ના મુસાફર જે લીંબડી એસટી ડેપોમાં ચા નાસ્તો કરવા નીચે ઉતર્યા હતા. જે બસ માં ચડવા જતા હતા ત્યારે એકાએક બસ ચાલકે બસ ચાલુ કરી દેતા અકસ્માતે આ મુસાફર અશોકભાઈ નીચે પટકાતા પગ ના ભાગે બસ નુ ટાયર ફરી વળતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત માં ઇજાગ્રસ્ત અશોકભાઈ ને સારવાર માટે લીંબડી સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા પોલીસે MLC આધારે વિગતો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.