ભાવનગર: મત્સ્યોદ્યોગ રાજ્ય મંત્રી પરષોત્તમભાઈ સોલંકી દ્વારા કોળીયાક ખાતે ખેડૂતો સાથે બેઠક યોજી
ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદને પગલે ઊભી થયેલી પરિસ્થિતિની સમીક્ષા કરવા મત્સ્યોદ્યોગ રાજ્ય મંત્રી પરષોત્તમભાઈ સોલંકીએ તેમના વિધાનસભા મતવિસ્તારના કોળીયાક ગામે ખેડૂતો સાથે બેઠક યોજી હતી. મંત્રીશ્રીએ ખેડૂતો સાથે સંવાદ સાધી નુકસાન અંગેની માહિતી મેળવી હતી, તેમક સરકાર દ્વારા સર્વે કામગીરી શરૂ કરાઈ હોવાની માહિતી આપતા મંત્રીએ ખેડૂતોને સર્વેમાં સહકાર આપવા અપીલ કરી હતી, મંત્રીએ ખેતરોની મુલાકાત લઈ પ્રત્યક્ષ નુકસાનનું મૂલ્યાંકન પણ કર્યું હતું.