ગોધરા: ગોધરા તાલુકાના દયાળ ગામ નજીક ગૌવંશની ક્રૂરતા અટકાવતી પોલીસ: એક આરોપી ઝડપાયો, અન્ય એક ફરાર
ગોધરા તાલુકાના દયાળ ગામ નજીક પોલીસે ગૌવંશની ક્રૂરતા અટકાવી એક બળદને બચાવ્યો હતો. પેટ્રોલિંગ દરમિયાન પોલીસને જોઈ બે શખ્સો ગૌવંશ સાથે ભાગવા લાગ્યા હતા, જેમાંથી ઓજેફા ઉર્ફે બાદશાહ યાકુબ ચાયમન નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો, જ્યારે અન્ય આરોપી યાકુબ અબ્દુલરહીમ બંગલી ફરાર થઈ ગયો હતો. આરોપીઓ બળદને કતલના ઈરાદે મોઢા પર દોરડું બાંધી ક્રૂરતાપૂર્વક ખેંચીને લઈ જઈ રહ્યા હતા. પોલીસે અંદાજે ₹૨૦,૦૦૦ કિંમતનો બળદ કબજે કરી બંને આરોપીઓ સામે ગુજરાત પશુ સંરક્ષણ