“મીની ભારત” તરીકે ઓળખાતા કડોદરા વિસ્તારમાં હોલિકાદહન નિર્વિઘ્ને યોજાય તે માટે પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. વિવિધ રાજ્યોમાંથી રોજગાર માટે આવેલા લોકો વસતા હોવાથી કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર વિશેષ બંદોબસ્ત ગોઠવાયો છે. કડોદરા GIDC પોલીસ મથક દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર ભાવિક શાહની આગેવાનીમાં સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારાયું છે. સાથે જ ડ્રોન કેમેરાથી હવાઈ સર્વેલન્સ હાથ ધરાયું છે.