અંજાર ટાઉનહોલ વિસ્તારમાં થયેલી હત્યાના ગંભીર ગુનામાં અંજાર પોલીસ સ્ટેશને ઝડપી કાર્યવાહી કરી માત્ર ગણતરીના દિવસોમાં અન્ય એક આરોપીને ઝડપી પાડ્યો છે.તપાસના આધારે મોટી નાગલપર ખાતે રહેતા અકરમ હુસેન નોડે (ઉંમર 31)ને ઝડપી લેવામાં આવ્યો છે.અંજાર પોલીસની આ ઝડપી અને અસરકારક કામગીરીને સ્થાનિકોમાં પ્રશંસા મળી રહી છે.