તારાપુર: સિંજીવાડા પાસે બાઈક પર વિદેશી દારૂના 72 ક્વોટરીયા ની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો.
Tarapur, Anand | Oct 13, 2025 સિંજીવાડા પાસે એક નંબર પ્લેટ વગરના બાઇક પર ચાદર ઓઢીને શંકાસ્પદ હાલતમાં શખ્સને આવી ચઢેલો જોતા જ પોલીસે તેને રોક્યો હતો અને તપાસ કરતા બાઈકની આગળ પૂંઠાના બે બોક્સો મૂક્યા હતા.જેમાં વિદેશી દારૂના 72 ક્વોટરીયા મળી આવ્યા હતા. પોલીસે તેનું નામઠામ પૂછતા તે તારાપુરના દેવજી ફળીયામાં રહેતો ખોડાભાઈ ઉર્ફે ભરતભાઈ ફુલાભાઈ પરમાર હોવાનું જણાવ્યું હતું. પોલીસે બાઈક સાથે કુલ 17,200નો મુદ્દામાલ જપ્ત કરીને તેની વિરુદ્ધ પગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.