વઢવાણ: જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને સંચારી રોગ અટકાયતી માટેની જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ
આજરોજ કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેકટર શ્રી રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષસ્થાને સંચારી રોગ અટકાયતી માટેની જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જન આરોગ્યને સુરક્ષિત રાખવા અને સંચારી રોગોના પ્રસારને રોકવા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠકમાં જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલે જણાવ્યું હતું કે, જિલ્લાના દરેક વ્યક્તિના આરોગ્યને અગ્રતા આપવી એ આપણા સૌની સંયુક્ત જવાબદારી છે.