ગોધરા: ગોધરાની રાણી મસ્જિદ પાસે ઘરમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા દસ્તાવેજો, દાગીના અને રોકડ બળીને ખાખ
ગોધરા શહેરની રાણી મસ્જિદ પાસે એક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટના આમિર અબ્દુલ રજાક નામના નાગરિકના ઘરમાં ઘટી હતી.આગ પળવારમાં જ પ્રસરી જતાં ઘરમાં રાખેલા મહત્વના સરકારી અને અંગત દસ્તાવેજો, કિંમતી સોના-ચાંદીના દાગીના તેમજ આશરે ₹૮૦,૦૦૦ ની રોકડ રકમ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે જાનહાનિ ટળી છે. આ ઘટના અંગે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે જાણવા જોગ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.