રાજુલા: ડુંગર પોલીસ દ્વારા “મિશન સ્માઇલ” અંતર્ગત કન્યા શાળાની વિદ્યાર્થિનીઓને ગુડ ટચ અને બેડ ટચ અંગે આપ્યું માર્ગદર્શન
Rajula, Amreli | Nov 10, 2025 ડુંગર પોલીસ સ્ટેશન દ્વારા “MISSION SMILE” પ્રોજેક્ટ અંતર્ગત ડુંગર કન્યા પ્રાથમિક શાળામાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં વિદ્યાર્થિનીઓને ગુડ ટચ અને બેડ ટચ વિષયે સમજ આપવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ વિદ્યાર્થીઓને સુરક્ષિત રહેવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમનો હેતુ બાળ સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવાનો હતો, જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.