રાજુલા: કમોસમી વરસાદે ઉખાડ્યો રસ્તો – રાજુલા સાવરકુંડલા નો 27 કિ.મી. માર્ગ પર 200થી વધુ ખાડા
Rajula, Amreli | Nov 2, 2025 રાજુલાથી સાવરકુંડલા જતા માર્ગ પર હાલ મુસાફરો માટે મુશ્કેલીભર્યું દૃશ્ય સર્જાયું છે. 27 કિલોમીટરના આ રોડ પર 200થી વધુ ખાડા પડ્યા છે, જેના કારણે વાહનો ઊછળકૂદ સાથે ચાલી રહ્યા છે. દિવાળી પહેલા માર્ગ મકાન વિભાગ દ્વારા મોટા ખાડા પુરાયા હતા, પરંતુ છેલ્લા પાંચ દિવસથી વરસેલા કમોસમી વરસાદે રોડનું ધોવાણ કરી દીધું છે. હવે રસ્તા પર ફરી ઠેરઠેર ખાડા સર્જાતા વાહનચાલકો ત્રાહીમામ પોકારી રહ્યા છે.