અસારવા: અમદાવાદમાં TRB જવાને પાણીનો નિકાલ કરી રસ્તો ખૂલ્લો કર્યો,વિડીયો થયો વાયરલ
અમદાવાદમાં TRB જવાને પાણીનો નિકાલ કરી રસ્તો ખૂલ્લો કર્યો શહેરના પશ્ચિમ વિસ્તારમાં SG-1 ટ્રાફિક પો.સ્ટે. હદના છારોડી ફન બ્લાસ્ટ પાસે ભારે વરસાદને કારણે પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. આ કપરી સ્થિતિમાં સ્થળ પર તૈનાત TRB ઘનશ્યામભાઈએ અડગ રહીને, માત્ર ટ્રાફિક નિયમન જ નહીં પરંતુ જાતે પાણીનો નિકાલ કરાવી રસ્તો ખુલ્લો કરાવ્યો.